દિવ્ય સત્પુરુષોનું જીવનદર્શન એ સાધનિકને દરેક પાઠ શીખવતી મહાશાળા સમાન છે. એ ન્યાયે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સાધનિકને શીખવવા પોતાના વાર્ષિક આયોજનમાં એક મહિનો અચૂક એકાંત માટે ફાળવે.

એકાંતમાં બહુધા ધ્યાન-ભજન અને વાંચન-મનન કરે, ઈ.સ. ૨૦૧૩માં એસ.ટી.કે.ના મુક્તોને એકાંત દરમ્યાન તા. ૯-૮-૨૦૧૩ ના રોજ સભામાં વાંચનનું અંગ કેળવવા ઉપર લાભ આપતાં તેઓએ કહ્યું કે, “મુક્તો, આંતરમુખી જીવન કરવા વાંચન-મનન ખૂબ કરવું. એકાંતે બેસીને વાંચન દ્વારા મહારાજ અને મોટાપુરુષની મરજી, રુચિને પકડતા શીખવું. અત્યારે સેવક એકાંતમાં છે તો દિવસ દરમ્યાન ૫ કલાકનો સમય વાંચન માટે ફાળવું છું. તેમાં સાંપ્રદાયિક ગ્રંથો જેવા કે સદ્. આધારાનંદ સ્વામીની વાતો, સદ્. નિષ્કુળાનંદ કાવ્ય વગેરે જેવા ગ્રંથોનું વાંચન કરું છું. અત્યારે સમય છે આપ પણ સર્વે વાંચનનું અંગ કેળવજો.”

જે સ્વયં અખંડ પરભાવમાં બિરાજે છે તેમને એકાંતની તથા વાંચન-મનનની શી જરૂર ? છતાં સાધનિકને વાંચનનું અંગ શીખવવા પોતે વર્તે છે. વાહ ! દયાળુ વાહ !