ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ઘણી વાર રુચિ જણાવતા હોય છે કે, જેનામાં પાંચ ગુણ હોય તેને અમારી જોડે રાખવા બહુ ગમે.

તેમાંનો એક ગુણ છે : ચોખ્ખાઈ.

ગાંધીનગર સ્વામિનારાયણ ધામ ખાતે સંત આશ્રમમાં પ્રાત: કાળે ભજનનો નિત્યક્રમ ચાલી રહ્યો હતો.

ધ્યાનની પૂર્ણાહુતિ થઈ એટલે સૌ સંતો-ભક્તો માળા કરવા માટે સંત આશ્રમના બહારના પેસેજમાં પધાર્યા. એવામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પ્રદક્ષિણા કરી રહ્યા હતા ત્યાં ચરણમાં નાની એવી કાંકરી જેવો ટુકડો આવ્યો.

ત્યારે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પાછળ રહેલા સંતોને કહ્યું, “સંતો, હિમાલય ચરણમાં આવ્યો.”

સંતોએ જોયું શું આવ્યું હશે ચરણમાં ?

જોયું તો નાની એવી કાંકરી હતી.

આમ, જોઈએ તો નાની કાંકરી ચરણમાં આવે તે પણ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને નથી ગમતી કેટલો એમનો સ્વચ્છતાનો આગ્રહ કહેવાય.

આમ, વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ જોડે રહેલા સંતોને સ્વચ્છતાનો આગ્રહ જણાવ્યો.