ગુરુદેવ પ.પૂ. બાપજી જ્યારે મોટા મંદિરે બિરાજતા ત્યારે એક વાર હેતવાળા હરિભક્ત જશુભાઈ ભાવસાર ગુરુદેવ પ.પૂ. બાપજી પાસે આવેલા. તે વેળા જ્યોતિન્દ્રભાઈ આદેશરા ત્યાં હાજર હતા.

 જશુભાઈએ ગુરુદેવ પ.પૂ. બાપજીને પૂછ્યું, “દયાળુ, રજા આપો તો એક પ્રશ્ન પૂછું.”

 ગુરુદેવ પ.પૂ. બાપજીએ સંમતિ આપી. જશુભાઈ બોલ્યા, “આપ તો મહાપ્રભુના જ્ઞાનનો અખૂટ ખજાનો ધરાવો છો પરંતુ અમે રહ્યા ગૃહસ્થ. સાધુ થવાની તો અમારી શક્તિ નથી. પરંતુ એક સંકલ્પ થાય છે કે, આપ આપના જ્ઞાનનો ખજાનો પીરસશો કોને ?”

 ત્યારે ગુરુદેવ પ.પૂ. બાપજીએ કહ્યું, “શું વાત કરો છો ? જોજો તો ખરા. કેટલાય યુવાનિયા સાધુ અને હરિભક્તોની મોટી વણઝાર ઊભી થશે. સમય આવ્યે વાત.”

બસ, ‘જોજો તો ખરા’નો મૂળભૂત શબ્દ એસ.એમ.વી.એસ. સંસ્થાની સ્થાપના (પ્રાદુર્ભાવ) પહેલાંનો છે.