કોઈની પણ મહોબતમાં લેવાયા વિના ગુરુદેવ પ.પૂ. બાપજી હરહંમેશ પોતાની સાધુતામાં અડગ રહ્યા.

વર્ષો પહેલાં આપણા ગુરુદેવ પ.પૂ. બાપજી એકાદશીને દિવસે માત્ર મગફળીના દાણાથી ચલાવી લેતા અને ઘણી વખત તો નકોરડી એકાદશી પણ કરતા.

એ સમયે ગુરુદેવ પ.પૂ. બાપજીને કોઈ ફરાળ લાવી આપનાર પણ નહોતું.

એક વખત એકાદશીના બે દિવસ પહેલાં એક હરિભક્ત આવ્યા અને એક રૂપિયો ધરી કહ્યું, “લો આ રૂપિયો. અગિયારસના દિવસે તેમાંથી ફરાળ લાવીને જમજો.”

ગુરુદેવ પ.પૂ. બાપજીએ એમને કહ્યું કે, “ભાઈ, અમારાથી રૂપિયાને અડાય નહિ કે રખાય પણ નહીં. આપને સેવા કરવી હોય તો આપ ફરાળ લાવીને આપો. પણ અમે રૂપિયા તો નહિ જ લઈએ.”

પેલા ભાઈએ ગુરુદેવ પ.પૂ. બાપજીને ઘણો આગ્રહ કર્યો છતાં ગુરુદેવ પ.પૂ. બાપજીએ સ્પર્શ પણ ન કર્યો.

આમ, ગુરુદેવે સદૈવ નિર્લોભી વર્તમાન અખંડિત રાખ્યું છે.