એક દિવસ ઘાટલોડિયા મંદિરની પ્રાતઃસભા પતાવી ગુરુદેવ પ.પૂ. બાપજી વાસણા મંદિરે પધાર્યા.

ઉપર સંત આશ્રમમાં પોતાના આસને જતા હતા.

ત્યાં એક ખૂણામાં એક કપડું જોયું ને તરત બોલ્યા, “આ લૂગડું શાનું છે ?”

“બાપજી, એ તો ઝાપટિયું છે.” સંતોએ જવાબ આપ્યો.

“આવું ઝાપટિયું? સ્ત્રીનાં લૂગડાં જેવું? સંતોના આશ્રમમાં આવું ઝાપટિયું ન શોભે, ન રખાય. માટે જાવ, કોઈની જોડે આ ઝાપટિયું નીચે મોકલાવી દો. અહીં અન્ય બીજા કપડાનું સાદું ઝાપટિયું રાખજો.”