સાંજના 4:15નો સમય...

વ્હાલા ગુરુજી મધ્યાહ્ન શયન કરી સ્નાન કરવા પધાર્યા.

સ્નાન કર્યા પછી પૂ.સેવક સંત સેવા માટે હાજર થયા. તે સમયે એક અગત્યની સેવા માટે ગુરુજીએ પૂ.સેવક સંતને કહ્યું કે,

“સ્વામી, પૂ.નિર્લેપસ્વામીને ફોન કરો.” પૂ.સેવક સંત ફોન કરે છે ત્યાં તો ફરીથી ગુરુજીએ કહ્યું કે, “સ્વામી રહેવા દો; સ્વામીનું સ્વાસ્થ્ય સારું નહિ હોય તેથી આરામ કરતા હશે માટે પહેલાં તેમને જોવા જતા આવો કે તે સ્વામી પોઢ્યા છે કે નહીં ?”

પૂ.સેવક સંત પૂ.નિર્લેપ સ્વામીના આસને જોઈને આવ્યા ને કહ્યું, “દયાળુ, સ્વામી પોઢ્યા છે. તો તરત જ ગુરુજીએ કહ્યું કે, “તો સ્વામીને ફોન ના કરશો તેમને પોઢવા દો. તેઓ આરામ કરશે તો સ્વાસ્થ્ય સારું થશે. પછી વાત કરીશું.”

વાહ દયાળુ વાહ... અગત્યની સેવા હતી પરંતુ, પૂ.સંતની લાગણી સમજીને તેમને પ્રાધાન્ય પ્રથમ આપ્યું ને પછી સેવાને કેટલી દયા કહેવાય... !!