એક વખત ગુરુદેવ પ.પૂ. બાપજી એક ઉછીના સંતને લઈ જોષીપુરા વિચરણ અર્થે પધાર્યા.

બીજે દિવસે ગુરુદેવ પ.પૂ. બાપજીને બીજે ગામ જવાનું હતું. તેથી પ્રાત: ક્રિયાથી પરવારી, મહારાજના થાળ કરી બસ સ્ટેશને જવા નીકળ્યા.

રસ્તામાં સ્ત્રીઓની અવરજવર; વળી સ્ટેશને પહોંચવાનું મોડું થતું હોવાથી ગુરુદેવ પ.પૂ. બાપજીએ સંતને વિનમ્રભાવે કહ્યું, “સ્વામી, ઉતાવળા ચાલો; નહિ તો જો બસ ચૂકી જઈશું તો છેક કાલ સવારે બીજી બસ આવશે.”

પણ સંત જાણે અવળું જ કરવાનું નક્કી કરીને આવ્યા હોય તેમ હઠીને ઊભા રહી ગયા, “દેવસ્વામી,  તમારે જવું હોય તો જાવ, પણ હું તો એક ડગલું પણ આગળ નહિ ચાલું. હું પણ જોઉં છું કે તમે એકલા કેમ જાવ છો...”

જોડે આવેલા પ્રવીણભાઈએ તેમને (સંતને) ખૂબ સમજાવ્યા ત્યારે તેઓ ચાલવા તૈયાર થયા.

દેહની માંદગી વેઠીને તો કદાચિત્ વિચરણ થાય પરંતુ જોડેના સંતની અવનવી લીલામાં ધીરજ રાખી સત્સંગ વિચરણ કરવું તે મનના ભીડાની કષ્ટદાયક યાત્રામાં ધીરજ રાખી ચાલવા જેવું છે.

જે યાત્રા ગુરુદેવ પ.પૂ. બાપજીએ ઇ.સ. 1967થી ઇ.સ. 1980 સુધી કરી હતી.