ગુરુદેવ પ.પૂ. બાપજીએ અવરભાવમાં સાધુ દીક્ષા ગ્રહણ કરી ત્યારથી તેમનો કથાવાર્તાનો આગ્રહ અદ્ભુત રહ્યો છે.

આજે ખાખરિયા-કડી વિસ્તારના કેટલાય હરિભક્તો ગુરુદેવ પ.પૂ. બાપજીના આ આગ્રહની વાત કરતાં કહેતા હોય છે કે, “અમે જ્યારે કડી કૉલેજ કરતા ત્યારે સવારો સવાર સુધી તેમનો લાભ લીધો છે. એકલા હાથે થાળની સેવા કરતા, મંદિરનો વહીવટ કરતા, ઠાકોરજીની સેવા કરતા છતાં કથાવાર્તામાં કદી એક મિનિટનો કાપ નથી મૂક્યો.”

અત્યારે વર્તમાનકાળે કેટલાય એવા વડીલો એની સાક્ષી પૂરે છે કે, “અમે ગુરુદેવ પ.પૂ. બાપજીનો ખાખરિયાના, ઝાલાવાડના ગામડામાં તથા મૂળીમાં આખી આખી રાત સુધી જે કથાવાર્તાનો રસ ચાખ્યો છે તેને આજે પણ અમે ભૂલી શકતા નથી.”