“આપણે મા કહેવાઈએ અને આ હરિભક્તો આપણા દીકરા કહેવાય. આપણે પાથરીને બેઠા છીએ ને આ સૌ પાથર્યા વિના બેઠા છે. આપણે માનું પાત્ર ભજવતા શીખીએ...” ગુરુજીના સમતાભાવને અનુમોદન આપતાં એક સંત હાથ જોડીને ઊભા રહ્યા.

ગુરુજી ‘પ્રથમ અન્યની ચિંતા રાખવી’ એ વાત વધુ ને વધુ દૃઢ કરાવતાં બોલ્યા : “સ્વામી, જે બીજાની ચિંતા કરે ને રાખે એ જ સાધુ... સ્વામી ! અન્યના સ્થાને બેસતા શીખવું...”

આમ, ગુરુજી પરહિતની ચિંતા રાખે ને રખાવે. વળી, સમતાનું ગાન સાવ સહજતાથી શીખવી, ‘કરુણાનિકેતન’નો પર્યાય દૃઢ કરાવ્યો છે.