એક વખત વડતાલમાં રાત્રિ સમૈયો હતો. મહારાજ સભા ભરીને બિરાજ્યા હતા. એકાએક મહારાજ બોલ્યા, “આ સભામાં પૂતના જેવી કોઈ બાઈ આવી છે તે અમને મારવા સારુ અડદ નાખે છે પણ અમે તો પરમેશ્વર છીએ. તે અમને કાંઈ થાય તેમ નથી. તો શા સારુ અડદ નાખતી હશે ? ઘરમાં રાખે તો જમવા સારુ કામ આવે.”

ત્યાં તો અડદ નાખનારી બાઈનું શરીર બળવા માંડ્યું. મહારાજ આગળ આવી હાથ જોડી ઊભી રહી પ્રાર્થના કરવા લાગી : “હે પ્રભુ ! તમે તો ભગવાન છો ને હું તો બહુ પાપિણી છું. સત્યાવીશ માણસોને મંત્રે કરીને માર્યા છે પણ હવે હું તમારે શરણે આવી છું; મારું કલ્યાણ કરો.” મહારાજે તેને નિયમ ધરાવીને સત્સંગી બનાવી કલ્યાણ કર્યું.

અહો ! પતિતપાવન, અધમ ઉદ્ધારક શ્રીહરિના દિવ્ય ચરણકમણમાં કોટિ કોટિ વંદનમ્ !