એસ.ટી.કે. પ્રાતઃ સભામાં સમર્પિત મુક્તોને વ્હાલા ગુરુજી અંગત લાભ આપી રહ્યા હતા. સૌ ગુરુજીની પરભાવી વાણીમાં ડૂબેલા હતા. ત્યાં જ અચાનક તાલીમ ખંડની બારીમાંથી નાની ચકલી અંદર આવી પહોંચી.

ઉનાળાની ઋતુ હોવાથી પંખા ચાલુ હતા. આથી સૌના હૈયે ફાળ પડી કે, ‘આ ચકલી પંખામાં આવી જશે તો ?’ વળી ત્યાં અતિ દયાળુમૂર્તિ ગુરુજીના મુખમાંથી શબ્દો સહસા જ સરી પડ્યા : “સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... હે મહારાજ...”

વ્હાલા ગુરુજી અનંતકોટિ બ્રહ્માંડોને સંકલ્પમાત્રે મૂર્તિના સુખમાં પહોંચાડનાર સમર્થ સ્વરૂપનાં દર્શને ચકલી ન આવી હોય ! એ રીતે તાલીમ ખંડના બોર્ડ પર બેસી ગઈ.

એક સમર્પિત મુક્તે પંખા બંધ કરી તેને ઉડાડવા પ્રયત્નો કર્યા પરંતુ જાણે તેની દિવ્ય સ્વરૂપનાં દર્શનની પ્યાસ બુઝાઈ ન હોય તેમ ત્યાંથી ખસવાનું નામ જ લે. એટલે ગુરુજીએ દૃષ્ટિસેવને સંકલ્પમાત્રે આત્યંતિક કલ્યાણના કોલ આપતાં જણાવ્યું, “દયાળુ, જાવ અત્યારે જય સ્વામિનારાયણ... આ સભાનાં તમને દર્શન થયાં એટલે તમારું પૂરું, પૂરું ને પૂરું.” આટલું સાંભળતાં જ ચકલી તરત જ ઊડી ગઈ.

અહોહો... શ્રીજીમહારાજે, બાપાશ્રીએ તથા ગુરુદેવ પ.પૂ.બાપજીએ જેમ મૂક જીવ-પ્રાણીમાત્રનું પણ ફદલમાં કલ્યાણ કરવાની રીતિ ચલાવી હતી; તે રીતિના વર્તમાન પ્રવર્તક ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના દિવ્ય ચરણોમાં અનંતાનંત પ્રણામ !!!