એક વખત સ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી સાધક સભામાં પધાર્યા. સભામાં અંદરોઅંદર કાંઈક મસલત થવા માંડી. સાહજિક ભાવે ગુરુદેવે પૂછ્યું, “મુક્તો, શું ગોઠડી થઈ રહી છે ?”

એક સાધકમુક્તે કહ્યું, “બાપજી, એ જ કે આપ માત્ર SMVS સંસ્થાના આદ્ય સ્થાપક જ નહિ, પરંતુ શ્રીહરિ સંગાથે રોમરોમપણે તદાકારપણાને પામેલા દિવ્ય સત્પુરુષ છો !”

“મુક્તો, તમે અમારો મહિમા ગાઓ છો પણ અમને એની જરિયે સ્પૃહા નથી. તમે બધા વચનામૃત શીખો. વચનામૃતના ખાંટુ થાવ. એના અર્થ કરતા થાવ. એ પ્રમાણે વર્તતા થાવ તો અમે ખૂબ રાજી !”

આહાહા... ગુરુદેવ પ.પૂ. બાપજી એ સ્થિતિએ બિરાજે છે જ્યાં ‘હું’ભાવનું અસ્તિત્વ જ નથી !!