તા. ૧૫-૭-૧૮ ને રવિવારના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી ઘાટલોડિયા ખાતે દર્શન-આશીર્વાદનો લાભ આપવા પધારવાના હતા. તેઓ ઘણા સમય બાદ પધારવાના હોવાથી સંતો-હરિભક્તોએ હરિકૃષ્ણ મહારાજ તથા ગુરુદેવ પ.પૂ. બાપજીના સામૈયાનો પ્રોગ્રામ રાખેલો.

ઘાટલોડિયા જવા માટે ગુરુદેવ આસનેથી બહાર પધાર્યા ને સેવક સંતને કહ્યું, “વ્હાલા હરિકૃષ્ણ મહારાજને લઈ લેજો.” (સેવક સંતને હરિકૃષ્ણ મહારાજ સાથે લેવા તેવો ખ્યાલ હતો.)

રસ્તામાં જતી વખતે સેવક સંતે ગુરુદેવ પ.પૂ. બાપજીને હળવેકથી પૂછ્યું, “બાપજી, સેવક ઠાકોરજીને સાથે લેવાનો જ હતો, ત્યારે આપે કેમ ઠાકોરજી લેવાનું યાદ કરાવ્યું ? તેનો હેતુ ન સમજાયો.”

ગુરુદેવે પ્રસન્ન વદને કહ્યું, “ઘાટલોડિયા વ્હાલા હરિકૃષ્ણ મહારાજનું સામૈયું થવાનું છે અને આપણે બધા મહારાજ સાથે લાભ લેવા માટે જઈએ છીએ.”

આહાહા..! દિવ્યપુરુષ ગુરુદેવ પ.પૂ. બાપજી નિરંતર હરિકૃષ્ણ મહારાજના અદના સેવક થઈ એમની સેવામાં રહ્યા ! એમને તો ઠાકોરજી સિવાય બીજું કંઈ નૈં !