“દયાળુ, આપે આખો જુલાઈ માસમાં સંસ્થાના વિવિધ સેન્ટરોમાં જઈ ભક્તોને દર્શન-આશીર્વાદથી સુખિયા કર્યા છે, તો આપ ત્રણ દિવસના AYP કેમ્પમાં આરામ કરો... આપનું અવરભાવનું સ્વાસ્થ્ય ક્યાં સાથ આપે છે ? અમ સેવકોની પ્રાર્થના સ્વીકારો...”

“સંતો, મહારાજે તથા ગુરુદેવ બાપજીએ અમને જે અનાદિમુક્તની સ્થિતિ પ્રવર્તનની સેવા આપી છે, એમાં આમ દેહરખા રહીશું તો કેમ ચાલશે ?”

“પણ દયાળુ... આપને હસ્તમાં નીડલ છે, આપના કંઠમાં ઇન્ફેક્શન છે, આપને શરદી અને ઉધરસ પણ છે. અવરભાવમાં આપ બેસી પણ શકતા નથી...”

“અવરભાવમાં બધું રહેવાનું પણ સંતો, ઘણા સમય પછી આટલા બધા હરિભક્તો લાભ લેવા આવ્યા છે તો અમે આરામ કેમ કરી શકીએ ? તમારે અવરભાવમાં જે ટ્રીટમેન્ટ કરાવવી હોય તે કરાવો પણ અમે સાંજે લાભ આપવા જઈશું જ...”

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ ભક્તોને સુખ આપવા કાજે અવરભાવનું દુઃખ વેઠી, બારે મેઘ ખાંગા કરી એમ ત્રણ દિવસ સૌને કરુણાથી ભીંજવ્યા.

આમ, અપાર સ્નેહના પર્યાય સમ જનની એવા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ અવરભાવને સદાય અવગણ્યો છે, કદીયે ઊંઘ, ભૂખ કે થાક સામે દૃષ્ટિ પણ કરી નથી. એમણે સદૈવ એક જ દૃષ્ટિ રાખી છે : ‘જીવ (મુમુક્ષુ) કેમ મુક્ત થાય !’