તા.૮-૪-૨૦૧૭ને શનિવારના રોજ સવારે ૮ વાગ્યે ગુરુદેવ પ.પૂ.બાપજી વડોદરા ખાતે પ્રાત:સભામાં લાભ આપતા હતા. તે દરમ્યાન પંખો ચાલુ હોવાના કારણે પંખાના પવનથી વચનામૃતનું પાનું ફરી ગયું. પછી ગુરુદેવ પ.પૂ. બાપજીને જે વચનામૃત લેવાનું હતું તે પાનું શોધવામાં વાર લાગી. તરત ગુરુદેવ પ.પૂ.બાપજી બોલ્યા, “એક પાનું ફરી જાય તોપણ મુદ્દો હાથ નથી આવતો તો સંગફેર થાય તો શું થાય? વ્યક્તિ આખો ફરી જાય.”

આમ, ગુરુદેવ પ.પૂ. બાપજીએ નાની બાબતમાં પણ અધ્યાત્મનો સંદેશ આપી દીધો.