વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી તા. ૮-૧૦-૨૦૨૦ના રોજ પોતાના ભવિષ્યના સંકલ્પ સમા એસ.ટી.કે.ના મુક્તોની શિબિરમાં દિવ્ય લાભ આપવા પધાર્યા.

એસ.ટી.કે.ના મુક્તો પોતાની વ્હાલી વ્હાલી મા એવા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો માતૃવાત્સલ્ય સ્નેહ લેવા માટે આતુરતાથી રાહ જોતા હતા. વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સહજ ફાર્મમાં પધાર્યા. તેઓનું ફૂલહારથી સ્વાગત કર્યું અને મુક્તોએ હાર ધારણ કરી રાખવા પ્રાર્થના કરી. પછી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી મુક્તોની પ્રાર્થના સ્વીકારી લાભ આપવા બિરાજ્યા:

“મુક્તો,અરસપરસ મુક્તોને દિવ્યભાવે પ્રાર્થના કરવા માટે બે મિનિટ કાઢો છો ?”એમ પ્રશ્ન પૂછ્યો અને તે બાબતે દરેક મુક્તોના સ્વાનુભવ પૂછ્યા. ત્યારબાદ છાત્રાલયના મુક્તોના પણ સ્વાનુભવ પૂછ્યા. ને પછી કંઠમાં ધારણ કરેલ હારને બતાવીને દિવ્ય રીત શીખવતાં કહ્યું કે,

“જેમ આ હાર છે એમાં નાની નાની બધી કળીઓ એકસાથે છે અને મોટા ફૂલ પણ છે તો હાર કેટલી શોભા આપે છે ? નાની કળીઓ મોટા ફૂલને શોભા આપે છે અને મોટા ફૂલ નાની કળીઓને શોભા આપે છે એમ આપણે બધા અરસપરસ દિવ્યભાવથી રહીએ તો મહારાજને શોભે એવા હાર થઈ જવાય.”

 આમ, ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ દિવ્ય રીતથી દિવ્યભાવ શીખવી દીધો.