ઈ.સ. ૨૦૦૮ની સાલમાં ગુરુદેવ પ.પૂ. બાપજી ભરૂચ વિચરણ અર્થે પધાર્યા હતા. ભરૂચના પ.ભ. શ્રી નિરંજનભાઈના ઘરે હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુદેવ પ.પૂ. બાપજીની પધરામણી હતી.

નિરંજનભાઈના હૈયે ખૂબ આનંદ હતો : ‘ગુરુદેવ પ.પૂ. બાપજી પધાર્યા.’ નિરંજનભાઈ સામેથી હરિકૃષ્ણ મહારાજ તથા ગુરુદેવ પ.પૂ. બાપજીને લેવા ગયા. ગુરુદેવ પ.પૂ. બાપજીએ તેમનાં કપડાં સામું જોયું કે તરત જ તેઓ ત્યાં ઊભા રહી ગયા.

 નિરંજનભાઈ ચિંતિત થયા. બે હાથ જોડી પ્રાર્થના કરી, “દયાળુ, ઘરમાં પધારો.” ગુરુદેવ પ.પૂ. બાપજીએ કહ્યું, “તમે આવા રંગબેરંગી કપડાં પહેર્યાં છે તેનાથી ભગવાન રાજી ન થાય. અમે બીજી પધરામણી કરીને ફરીથી અહીં આવીએ છીએ. ત્યાં સુધી તમે સાદાં કપડાં પહેરી લેજો.”

ગુરુદેવ પ.પૂ. બાપજીએ તકલીફ વેઠી ફરીથી નિરંજનભાઈના ઘરે પધરામણી કરી, તેમને સાત્ત્વિક જીવનનો ઉપદેશ આપી જગસુખથી પાછા વાળ્યા.