એક સમયે શ્રીહરિ ગઢપુરમાં બિરાજમાન હતા. સભામાં લાભ આપતા હતા અને અચાનક લીમડા પરથી સૂકી સળી શ્રીહરિના ખોળામાં પડી.

ચાલુ સભાએ શ્રીહરિએ સળીના બે ટુકડા કરી નાખ્યા.

“મહારાજ, આ સળી તોડીને આપે શું કર્યું ?”

મહાપ્રભુના મુખ પર અજબ રહસ્ય જણાતાં સદ્. મુક્તાનંદ સ્વામીએ સહસા જ પૂછી લીધું.

“એ તો ખાસ કાંઈ નહીં. એક બ્રહ્માંડને તોડ્યું ને એક બ્રહ્માંડને જોડ્યું.”