એક સમય શ્રીહરિ દાદાના દરબારમાં સભા ભરીને બિરાજિત હતા અને તે સમયે મૂળજી બ્રહ્મચારીએ આવી હસ્ત જોડી મહારાજને પ્રાર્થના કરી :

     “મહાપ્રભુ, દયાળુ ! થાળનો સમય થઈ ગયો છે. માટે આપ થાળની સેવા સ્વીકારવા પધારો.”

    મહાપ્રભુએ સભાને વિરામ આપી ભંડાર તરફ જતાં સાથે સદ્. નિત્યાનંદ સ્વામી તથા ચૈતન્યાનંદ સ્વામીને લીધા.

     મહાપ્રભુ થાળ જમવા બાજોઠ પર બિરાજ્યા.

    “મહારાજ, આપના રાજીપાની વાત કરો ને !” સદ્. નિત્યાનંદ સ્વામીએ પ્રાર્થના કરી.

    “અમને ત્રણ વાત નથી ગમતી તે દૂર કરો તો અમે રાજી.”

     “કઈ મહારાજ ? કૃપા કરીને કહો.”

     “એક તો, મનને વિષે અક્કડતા રાખે પણ કોઈને નમે નહિ તે ન ગમે. બીજું પોતાને જાણે મોટું થવાનું કરે તે પણ ન ગમે અને ત્રીજું જે સંત-હરિભક્તનો દ્રોહ કરે તે તો દીઠોય ન ગમે.” શ્રીહરિએ થાળ જમાડતાં કહ્યું. અને થાળ જમાડી સદ્ગુરુને પ્રસાદી આપી રાજી કર્યા.

     આમ, શ્રીહરિ પોતાના રાજીપાની રીતો પ્રસંગોપાત્ત પોતાના નિકટવર્તી સમાજને જણાવી દેતા.