“ભગત, ક્યાંથી આવો છો ?”

   “મહારાજ, મારું નામ વીરો, હું બોટાદથી આવું છું.”

    “શીવલાલના ગામથી ?”

     “હા, મહારાજ, દયાળુ, મેં આપનો મહિમા શીવલાલ શેઠ જોડેથી ઘણો સાંભળ્યો અને થયું કે  સંસારની ખાટી છાશ પીને શું મળવાનું ? આપ મળ્યા તો આપના શરણે થઈ જઉં, માટે મને સાધુ કરો.”

    “તમો મુક્તાનંદ સ્વામીને મળો.”

    “વીરા ભગત સદ્. મુક્તાનંદ સ્વામીને મળ્યા અને વિગતે વાત કરી.”

    “ભગત, સાધુ થવું તે ઠરાવ થયો, સાધુ શાના માટે થવાનું ?”

     મુક્તાનંદ સ્વામીએ ભગતને વિનમ્રભાવે પૂછ્યું.

     “રાજી કરવા.” ભગતે નિખાલસતાથી જવાબ આપ્યો.

     “બસ, જો રાજી જ કરવા હોય તો બધા ઠરાવ મૂકી જીવનમાં ત્રણ બાબત દૃઢ કરી દો :

  1. જીવનમાં કદી કોઈ ઠરાવ ન રાખતા., 2. કોઈ રાજી કરે કે ન કરે, મારે રાજી કરવા છે. 3. સૌમાં દિવ્યભાવ રાખજો.”

     સદ્. મુક્તાનંદ સ્વામીએ પ્રેમથી વીરા ભગતને સમજાવ્યું., મહાપ્રભુએ વીરા ભગતનો ઠરાવ છોડાવી અત્યંત રાજીપાના પાત્ર બનાવ્યા.