જગતમાં કહેવાય છે કે, ‘બાર મહિનાની પૂનમોમાં ૧૧ પૂનમ શિષ્યની હોય છે જ્યારે એક પૂનમ ગુરુની હોય છે.’ તે ન્યાયે તા. ૨૭-૭-૨૦૧૮ ને શુક્રવારના રોજ SMVS સંસ્થાના મુખ્ય મથક વાસણા ખાતે  ગુરુપૂર્ણિમાનો ઉત્સવ રાખ્યો હતો.

     અવરભાવમાં સૌ કોઈ ભક્ત સમુદાય ગુરુવર્ય પ.પૂ. બાપજીને સાંસાગોટિલા રૂપે રાજી કરતા.

      ગુરુમહિમાથી રસતરબોળ એવા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી પણ આજના દિવસે અતિશે આનંદમાં હતા. તેથી વહેલી પ્રભાતે પ.પૂ. સ્વામીશ્રી ગુરુવર્ય પ.પૂ. બાપજીનું પૂજન-પ્રાર્થના કરવા આસને પધાર્યા.

     અવરભાવમાં પ.પૂ. સ્વામીશ્રીને હસ્તનો દુખાવો હોવાથી પૂ. સંતો-હરિભક્તોએ આગ્રહને કારણે દંડવત પણ બંધ કરાવ્યા હતા. પરંતુ આજે પૂ. સંતો ના પાડતા રહ્યા છતાંય પ.પૂ. સ્વામીશ્રીએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને દંડવત કર્યા. પણ પોતાના અવરભાવના દુખાવા સામે પણ ન જોયું.

    આમ, પ.પૂ. સ્વામીશ્રીના જીવનમાં ગુરુવર્ય પ.પૂ. બાપજી પ્રત્યે ગુરુમહિમાનાં રોમ રોમ પ્રત્યે દર્શન થતાં.