તા. ૧૫/૭/૨૦૦૮ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ મધ્યાહ્ન ભોજનમાં કાચું સલાડ અને ફ્રૂટ જમાડ્યું.

     જમાડ્યા બાદ તુંબડામાં જળ ધરાવી તેઓ પૂ.સંતો તરફ ગયા.

     પૂ.વડીલ સંત બીમાર હોવાથી સેવક સંતો તેમના માટે ગરમ ગરમ ફૂલકા રોટલી બનાવતા હતા.

     ત્યાં જઈ પ.પૂ.સ્વામીશ્રી તે બીમાર સંતની સેવા કરવા લાગ્યા.તેમના માટે રોટલી વણી, ચેડવી, ફુલાવી ને તે માંદા સંતના પત્તરમાં પીરસવાની સેવા પણ કરવા લાગ્યા.

     પ.પૂ.સ્વામીશ્રીએ કહ્યું,“આ સેવાથી મહારાજ રાજી થાય.માંદા સંતની સેવા મળે ક્યાંથી !”