સંત-હરિભક્ત સમાજ, સૌને સ્થિતિના માર્ગે આગળ વધારવા તેમજ છતે દેહે અનાદિમુક્તની સ્થિતિ પમાડવા બંને દિવ્યપુરુષો વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી અને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી અથાક પ્રયત્ન કરી રહ્યા છે.

     તે માટે વિવિધ શિબિરો, જ્ઞાનસત્રો યોજી નિશ્ચિત સમયગાળાના લક્ષ્યાંકો આપીને તેમજ તે લક્ષ્યાંકની નિરંતર પુષ્ટી મળે તે માટે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ સૌને દરરોજ સમૂહગાન બોલાવી તેના આહ્નિકમાં રહેવાની આજ્ઞા કરેલ છે.

     સૌને વર્તાવવાના છે, એ પુરુષને જરૂર જ નથી છતાંય પોતે કેવા આગ્રહથી વર્તે છે... ! તા. 22-03-2017 ને બુધવારના રોજ સવારે કલોલ મંદિરેથી કડી જવાનું હતું. વિચરણમાં પ.પૂ. સ્વામીશ્રી સાથે આવનારા સૌ મુક્તોએ કલોલ મંદિરે સમૂહગાન કરી લીધું જ્યારે એ સમયે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સ્નાનવિધિ માટે પધાર્યા હતા.

     કડી જવા નીકળ્યા, ગાડીમાં બેઠા કે તરત પ.પૂ. સ્વામીશ્રીએ પાછળ બેઠેલા સેવક સંતને કહ્યું,

     “સ્વામી... મારે સમૂહગાન બાકી રહી ગયું છે તો કરી લઈશું...” ને ગાડીમાં સમૂહગાન કર્યું.

     પ્રસંગ અલ્પ છે પરંતુ એ દિવ્યપુરુષના જીવનમાં આહ્નિકનો કેટલો બધો આગ્રહ છે... !! રાત્રિના બે વાગ્યા હોય છતાંય એ પુરુષ ક્યારેય ચેષ્ટા બોલ્યા વિના પોઢ્યા નથી, ગમે તેવા વ્યસ્ત શીડ્યૂલમાં પણ ક્યારેય આહ્નિકને ગૌણ કર્યું નથી... ધન્ય છે એ દિવ્યપુરુષને ને તેમની આહ્નિકની દૃઢતાને...