તા.18-7-17મંગળવારને રોજ ગુરુકુળની સભામાં પ.પૂ.સ્વામીશ્રીના પૂજન માટે પ્રવક્તા બોલ્યા,

     “આજથી પ.પૂ.સ્વામીશ્રી પચાસ દિવસ માટે વિદેશ સત્સંગ વિચરણ અર્થે જઈ રહ્યા છે ત્યારે તેમના પૂજન માટે ધોરણ-૮ ના સિધ્ધાંત મહારાજ આવશે.”

     પૂજન થયા બાદ પ.પૂ.સ્વામીશ્રી બોલ્યા,

     “બાળમુક્તો, મોટાપુરુષ તો જતા નથી ને આવતા પણ નથી. એ સદાય આપણી સાથે જ છે. જયેશભાઈ તમે ખોટું બોલ્યા. બાળમુક્તો, સાચું ને !”

     “હા, દયાળુ...”

     “પણ બાળમુક્તો એમને પ્રગટ અને અંતર્યામી જાણીએ એટલે આપણે વિયોગ જ નથી. આપણે એમને પ્રગટ જાણીએ એટલે મહારાજ, બાપા ને બાપજી આપણી સાથે ને સાથે જ હોય, ભેળા જ હોય. પણ આપણે એમને મૂકી દેવા નહીં. ચાલો કેટલા મહારાજ ને મોટાપુરુષને ભેળા રાખશે...?”

     “અમે બધાય આપને ભેળા રાખીશું...” બાળમુક્તો સમૂહમાં બોલ્યા.

     “બધાય મહારાજ ને મોટાને ભેળા રાખજો તો સુખી રહેશો... અમારે તમારા બધાની પ્રોમિસ જોઈએ છે. ચાલો બધાય અમને પ્રોમિસ આપો...!”

     “હા, સ્વામી પ્રોમિસ... પ્રોમિસ... પ્રોમિસ...”

     આમ, બાળમુક્તોને તેઓએ બાળસહજ ભાષામાં સત્સંગની વણઉકેલાય એવી ત્રણ ઘાંટી ઉકેલવાનો માર્ગ ચીંધી દીધો.