ઈ.સ. ૨૦૧૩, જ્ઞાનસત્ર-૭, કારતક સુદ ત્રીજથી કારતક સુદ છઠ. વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી જ્ઞાનસત્રમાં સૌ સંતો-હરિભક્તોને પોતાની બળપ્રેરક અમૃતવાણીનો લાભ આપી સુખિયા કરી અનેકને નિકટ દર્શન-આશીર્વાદ આપી સંત આશ્રમમાં પધારવાને બદલે સમૈયાના રસોડામાં પધારતા અને જે સંતો કે હરિભક્તોની રસોડાની સેવા હોય તેમને રસોઈ બાબતે પૂછી લેતા. રસોડું જાણે પોતાનું કાર્યાલય હોય તેમ કઈ વસ્તુ ખૂટી છે ? કંઈ વસ્તુ નવી બનાવી છે ? શું પડ્યું હતું ? કેટલું બનાવ્યું ? બધાને પહોંચી ગઈ ને ? વગેરે બધી જ નાનામાં નાની બાબત પૂછતા અને જે કાંઈ વસ્તુ પડી છે તો તેને કેવી રીતે ઉપયોગ કરવો. કેટલા પ્રમાણમાં કેવી વસ્તુ બનાવવી જોઈએ વગેરે નાનામાં નાની બાબત સંતો-હરિભક્તોને શીખવતા સાથે સાથે કરકસરનો ગુણ પણ શીખવતા. મૂર્તિમાં રહીને સેવા-પ્રવૃત્તિ કરવાની આગવી કળા શીખવતા.

           આ બધા જ પ્રશ્નો બાદ જે તે વિભાગમાં રિપોર્ટ બનાવવા કહેતા અને સમયે સમયે એ દિવ્યપૂરુષ જાતે જ સર્વે રિપોર્ટ ચેક કરતા અને સર્વેને પ્લાનિંગ કરતા શીખવતા. વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી ગુરુપદે બિરાજતા હોવા છતાં દરેક વિભાગની નાનામાં નાની ચિંતા પણ પોતે જાતે જ રાખતા અને સર્વેને ચિંતા રાખવાની અને મેનેજમેન્ટ કરવાની અનોખી રીત શીખવતા. તેથી જ સંપ્રદાયમાં કહેવાય છે કે ગુરુદેવ પ.પૂ.બાપજી એટલે વચનામૃતના આચાર્ય. ગુરુદેવ પ.પૂ. બાપજી એટલે મેનેજમેન્ટના માસ્ટર.

            આ દિવ્યપૂરુષ મેનેજમેન્ટની દિવ્યદૃષ્ટિ આગળ દુનિયાની IIM મેનેજમેન્ટ સંસ્થાઓ પણ ઝાંખી પડી જાય છે.