સ્વામિનારાયણ ધામની દિવ્ય સંકલ્પ ભૂમિ ઉપર એસ.એમ.વી.એસ. રજત જયંતી મહોત્સવમાં અસ્મિતાના દંદુભી નાદ વાગી રહ્યા હતા.

         એસ.એમ.વી.એસ. રજત જયંતી મહોત્સવ દરમ્યાન તા. ૨૪-૧૨-૨૦૧૨ના રોજ ‘સત્પુરુષ દિન’ ઊજવાઈ રહ્યો હતો ત્યારે ગુરુદેવ પ.પૂ. બાપજી સંપૂર્ણ સ્ટેજ પ્રોગ્રામ દરમ્યાન નીચી  દૃષ્ટિએ જ બિરાજ્યા હતા.

         જયારે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ મળેલા સત્પુરુષની અસ્મિતા તથા મહિમાગાનની શરૂઆત કરી, ત્યારે જેઓ આત્મશ્ર્લાઘા કદી ન કરે પરંતુ પોતાની હાજરીમાં કોઈ પોતાનું મહાત્મ્ય ગાય તે પણ દીઠું ન ગમે. તેઓએ સદા તે પ્રત્યે અણગમો જ દર્શાવી એકમાત્ર મહારાજનો જ મહિમા ગાવાનો આગ્રહ સેવ્યો છે એવા ગુરુદેવ પ.પૂ. બાપજી ચાલુ સભાએ કંઈક કામના બહાને સંત આશ્રમમાં પધારી ગયા.

          સંસ્થાના રજત ગૌરવ દિનની અસ્મિતાભેર ઊજવણીમાં હજારો લાખોની જનમેદની ગુરુદેવ પ.પૂ. બાપજીનું મહાત્મ્ય સાંભળવા તલસતી હતી, પોતાના અસ્તિત્વનો એકમાત્ર શ્રી હરિના સ્વરૂપમાં લય કરનાર ગુરુદેવ પ.પૂ. બાપજીને કોટિ કોટિ વંદન...