તા. ૨૦-૦૭-૨૦૧૩ના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે સંત તાલીમ કેન્દ્રમાં સમર્પિત મુક્તોને લાભ આપી રહ્યા હતા.

         “મુક્તો, આજે ગઢડા છેલ્લાનું ૧૯મું વચનામૃત લઈએ. સાધુ થયા પછી કામના ને સંબંધીમાં હેતરૂપી કુલક્ષણ સાધુતાને શોભવા દેતા નથી. તમે બધા સાધુ છો માટે એક ભગવાનમાં જ પ્રીતિ રાખવી ને દેહના સંબંધીમાંથી પ્રીતિ ટાળવી.”

          “બાપજી, આપ આ સૌ મુક્તો પર દયા કરો કે બધાને કામના ને સંબંધીમાંથી પ્રીતિ ટળી જાય ને એક મહારાજમાં પ્રીતિ થાય.” એસ.ટી.કે.ના જવાબદાર સંતે (પૂ. રાજીપાસ્વામી) પ્રાર્થના કરી.

           જેમણે જીવનમાં કાયમ મહારાજને જ મુખ્ય રાખ્યા છે એવા ગુરુદેવ પ.પૂ. બાપજી સહસા જ બોલી ઉઠ્યા, “સ્વામી, એ બધું મહારાજની મરજી હોય એમ થાય. મહારાજ કરે એમ જ થાય.”

            ગુરુદેવ પ.પૂ. બાપજીએ કાયમ મહારાજને જ મુખ્ય રાખ્યા છે !