સાધુને સાધુતા શીખી સંતતા પ્રાપ્ત કરવાની પાઠશાળા એટલે ગુરુદેવ પ.પૂ. બાપજી.

ગુરુદેવ પ.પૂ. બાપજીના જીવનનો એક નાનકડો પ્રસંગ એવો નહિ હોય કે જેમાંથી સાધુતા શીખવા ના મળે...

સરસપુર મંદિરેથી વર્ષો પહેલાં તેઓ ગોધાવી ગામે સત્સંગ વિચરણ અર્થે ગયેલા.

જોડમાં પરાણે સાધુ લીધેલા. એ સમયે ગામડે કોઈ સુવિધા મળે નહીં. સવારે શૌચ કરવા વગડે જવું પડે.

ત્યારબાદ તળાવે સ્નાન કરવાનું. એ વખતે શિયાળો ને પોષ માસની ટાઢ ખૂબ પડેલી.

તેઓ સ્નાન કરવા હેમ જેવા તળાવે ગયા. પાણી બરફની તીખી ફાચરો જેવું જણાય.

પાણીમાં આંગળી બોળે તો એટલો ભાગ ખોટો પડી જાય, એવું ઠંડુંગાર.

તેમાં એમણે સ્નાન કર્યું.

શરીરમાં લોહીની ટશરો ફૂટવા માંડી. સુસવાટા મારતા પવનને કારણે ઠંડીનું લખલખું ફરી વળ્યું અને શરીરમાં ઠંડી પેસી ગઈ.

તેઓ ત્યાં જ બેભાન જેવા થઈ ગયા ને જાણે કે ધામમાં જ ગયા. અચેતન અવસ્થા થઈ ગઈ.

હરિભક્તોએ કરગઠિયા વીણી લાવીને તાપણું કર્યું.

કેટલાક લોકોએ પૂળા લાવીને સળગાવ્યા ને શરીરમાં ગરમાવો લાવવાના પ્રયત્નો કર્યા ત્યારે કેટલી વારે ઠંડીથી કળ વળી ને જાગૃત થયા.

તેમણે ૫૦ વર્ષ સુધી આવી રીતે ઠંડા પાણીથી જ સ્નાન કર્યું છે.

વાહ ! ગુરુદેવ વાહ !