તા.૧૫-૩-૨૦૧૭ને બુધવારના રોજ ગુરુદેવ પ.પૂ.બાપજી બપોરે ૩:૩૦ વાગ્યે સ્વામિનારાયણ ધામ ખાતે એસ.ટી.કે.માં લાભ આપવા માટે પધાર્યા હતા. ગુરુદેવ પ.પૂ. પ.પૂ.બાપજીએ આસન પર બિરાજી તરત રાજી થકા જણાવ્યું કે, “આજે બોલાય એવું જ નહોતું પણ ઘણા વખતથી આ મુક્તોનાં દર્શન થયા નહોતા તેથી આજે થયું કે લાવ બધાનાં દર્શન કરી આવું. તે આજે તમારાં બધાનાં દર્શન થઈ ગયાં.”

વાહ! કેવો નાના નાનામુક્તોને વિષે પણ દિવ્યભાવ અને દાસત્વભાવ.