તા.૮-૩-૨૦૧૭ને બુધવારના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે સાંજે ૪ વાગ્યે ફોટોગ્રાફી કલેક્શન લેવાનું હોવાથી ગુરુદેવ પ.પૂ.બાપજી સ્વામિનારાયણ ધામ પર પધાર્યા હતા.

કલેક્શન દરમ્યાન વારંવાર તેઓ રુચિ જણાવતા કે, “આ બધું અમને નથી ગમતું. આનાથી બહારદૃષ્ટિ થઈ જાય.”છેલ્લે સંતોને ઉપદેશ આપતા હોય તેવું કલેક્શન લેવાનું હતું તેમાં પણ એ જ ઉપદેશ આપ્યો કે, “સંતો! આપણે બહારવૃત્તિ ન થાય તેનું બહુ ધ્યાન રાખજો. ડેકોરેશનમાં બહુ આપણને રસ ના જોઈએ, એ આપણને ન ગમવું જોઈએ. આપણી સાધુતાને જાળવજો. મોટાપુરુષોએ જે રીત, રસમ, આદર્શો અને સિદ્ધાંતો આપ્યા છે તેના સામે દૃષ્ટિ રાખજો અને એમના જેવું દિવ્યજીવન જીવજો.”

આમ, ગુરુદેવ પ.પૂ. બાપજીએ બહિર્મુખી મટી આંતરમુખી થવા અંગે અભિપ્રાય જણાવ્યો.