“પટેલ ! હિંડોળો તો ઠીક બાંધી દીધો. અમને હિંડોળે ઝૂલવાનો સંકલ્પ હતો તે તમે પૂરો કર્યો.” શ્રીજીમહારાજે ખીમા પટેલના ગામ ડાંગર પધારતાં કહ્યું.

“અરે મહારાજ, પ્રભુ ! આપને તો એવા કાંઈ સંકલ્પ ન હોય પણ અમારા સંકલ્પ પૂરા કરવા આપ આવી લીલા કરો છો.” ખીમા પટેલે ગદ્ગદ થઈ હાથ જોડીને કહ્યું.

વાત એમ હતી કે, ખીમા પટેલે શ્રીહરિ માટે પોતાના ઘરની ફળીમાં પીપર હતો તે ઉપર હિંડોળો બાંધી રાખ્યો હતો. તેમને સંકલ્પ હતો કે મહારાજને મારે આ હિંડોળા પર બિરાજમાન કરી ઝુલાવવાનો દિવ્ય લાભ લેવો.

શ્રીહરિએ ખીમા પટેલના ઘેર પધારી હિંડોળા પર બિરાજી ઉપરોક્ત વાત કરી. શ્રીહરિ તેમનો ભાવ જોઈ પ્રસન્ન થયા અને કહ્યું, “જુઓ પટેલ ! અમારે તમારા જેવા ભક્તોના મનોરથ પૂરા કરવાના હોય જ. એના માટે તો અમારું પ્રાગટ્ય છે.”

   આમ, શ્રીહરિને તેમના ભક્તોના તમામ મનોરથ પુરા કરે છે. તેઓના અંતરમાં ભક્તના હિત સિવાય અન્ય કોઈ જ ઇચ્છા નથી હોતી.