ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શને ધૈર્ય કેતનભાઈ પટેલ જ્યારે જ્યારે આવે ત્યારે તેને ગુરુદેવ પ.પૂ. બાપજી, આપ “જો બોબડો આયો” એમ કહી સંબોધતા.

પછી તે ગુરુદેવ પ.પૂ. બાપજીને પ્રાર્થના કરે, “બાપજી ! જય સ્વામિનારાયણ. રાજી છો ને,
બાપજી ! બાપજી, હસો ને !” આટલું સાંભળતાંની સાથે બાપજી, આપ ખડખડાટ હસી પડતા.

ત્યારે તે કહે, “બાપજી ! આપનો સહજાનંદી સિંહ આયો. આપના જેવા દિવ્ય સંત કરજો, કરજો ને કરજો. સદાય આવાં દર્શન આપતા રહેજો. બાપજી ! આપની તબિયત કેવી છે ? અમે મહારાજને માળા બી કરીશું ને પ્રાર્થના બી કરીશું હોં !”

ધૈર્યની કાલીઘેલી વાતે ગુરુદેવ પ.પૂ. બાપજીનું હૈયું કરુણાથી ભરાઈ આવે. પછી ગુરુદેવ પ.પૂ. બાપજી આપ તેના માથે હસ્ત મૂકી દિવ્ય આશીર્વાદ આપી અને પ્રસાદી પણ આપતા.

ત્યારપછી ગુરુદેવ પ.પૂ. બાપજી આપને જોડેવાળા સંતો પ્રાર્થના કરે ત્યારે બાપજી આપ સંતોને કહો કે, “તમને આના (ધૈર્ય) જેવી પ્રાર્થના ન આવડે.”

પછી ધૈર્ય ફરી ગુરુદેવ પ.પૂ. બાપજીને પ્રાર્થના તેમજ વાતો કરતાં કહે, “કાયમ સેવકની આપ પ્રાર્થના સ્વીકારજો... પ્રાર્થના સ્વીકારજો. બાપજી ! આપનું એ દિવ્ય સ્મિત, દિવ્ય લીલા સેવકના અંતરમાં છબી રૂપે કંડારાઈ ગઈ. એ કઈ રીતે ભૂલી શકાય !”

આમ, ગુરુદેવ પ.પૂ. બાપજીએ ધૈર્યને ઘણાં સંભારણાં આપ્યાં છે.