એક વખત એક સંત વહેવારે સુખી એવા હરિભક્તને ગુરુદેવ પ.પૂ. બાપજી પાસે દર્શન કરાવવા લાવ્યા. પછી હરિભક્તની ઓળખાણ આપતાં બોલ્યા કે, “બાપજી, આ હરિભક્ત કરોડપતિ છે.”

આ સાંભળીને ગુરુદેવ પ.પૂ. બાપજીએ ટકોરતાં કહ્યું, “આ કરોડપતિ છે તો આપણા બાપ સ્વામિનારાયણ ભગવાન કેવા છે ? અનંતકોટિ બ્રહ્માંડોના પતિ છે. એમની પ્રાપ્તિ આપણને થઈ છે.” પછી શીખ આપતાં કહ્યું, “મહારાજ સિવાય કોઈની અવરભાવની ગમે તેટલી મોટપ હોય તોપણ અંજાઈ જવું નહીં. એમની મહોબતમાં લેવાવું નહીં. એનો ભાર આવવો જોઈએ નહીં. આપણને જે પ્રાપ્તિ થઈ છે તેથી અધિક અનંતકોટિ બ્રહ્માંડમાં કોઈને થઈ નથી. એવો કેફ અને ગૌરવ રાખવું. તો આપણે મહારાજને ઓળખ્યા કહેવાય.”

એમ ગુરુદેવ પ.પૂ. બાપજીને મહારાજનું અનેરું મહાત્મ્ય ને કેફનાં દર્શન પળે પળે થાય.