તા. ૨૩-૩-૨૦૧૬, ફાગણ સુદ પૂનમનો સપરમો દા’ડો.

“દયાળુ, હજુ આપનું સ્વાસ્થ્ય નાદુરસ્ત છે તો આપણે પદયાત્રાથી વાસણા જવું નથી. વળી ત્યાં પણ આપને લાભ આપવાનો છે માટે આપ વાસણા પદયાત્રામાં જવાનો આગ્રહ ન રાખો.”

પૂ. મોટેરા સંતોએ ગુરુજીને ખૂબ પ્રાર્થના-કાકલૂદી કરી.

“સંતો, આપણા ગુરુના પ્રાગટ્યોત્સવે આખો સત્સંગ સમાજ પદયાત્રામાં જોડાય અને અમે પદયાત્રામાં ન જઈએ તો અમારી ગુરુમહિમાની ખામી કહેવાય. માટે અમે પદયાત્રામાં જ જોડાઇશું.” ગુરુજીએ કહ્યું.

પૂ. સંતોની વિનવણી બાદ પણ વ્હાલા ગુરુજીને ગળામાં ઇન્ફેક્શન તથા તાવ હોવા છતાંય પાલડીથી વાસણા પદયાત્રા દ્વારા પધાર્યા અને સભામાં ગુરુદેવના મહિમા પર દોઢ કલાકથી વધુ લાભ આપ્યો. 

વ્હાલા ગુરુજી એટલે ગુરુમહિમાનું મૂર્તિમંત સ્વરૂપ.