જ્ઞાનસત્ર-૭, વાસણા, અમદાવાદ.

          તા. ૭-૧૧-૨૦૧૩ ને જ્ઞાનસત્રના દ્વિતીય દિને પ્રભાતફેરીનું  આયોજન કરેલું. ગુરુદેવ પ.પૂ. બાપજી સૌને દર્શનનો લાભ આપવા આસને બિરાજ્યા હતા. તેઓએ જોયું કે, એક પંખો ચાલુ છે. જેની નીચે કોઈ બેઠું ન હતું. આથી તરત તેમણે બાજુમાં બેઠેલા એક કિશોરમુક્તને કહ્યું, “મુક્તરાજ, જાવ ઊભા થઈ પેલા પંખાની સ્વીચ બંધ કરી દો. પંખાની નીચે કોઈ બેઠું નથી. આમ ખોટું બિલ ન ચડવા દેવું. ઠાકોરજીના પૈસાનો દુર્વ્યય ન થવો જોઈએ. આવું ધ્યાન કાયમ રાખવું.”