એક વર્ષ પહેલાં અમદાવાદ વાસણાની નજીકના વિસ્તારના એક હરિભક્ત ગુરુવર્ય પ.પૂ. બાપજીને મળવા આવેલા. જેઓ અંતરે ખૂબ દુ:ખી હતા.

જેઓ સરકારી બાંધકામ વિભાગમાં કૉન્ટ્રાક્ટ ઉપર કામ કરતા. પરંતુ કોઈક કારણોસર તેમનું ઘણુંબધું મૂડીરોકાણ અટવાઈ ગયેલું.

કોઈ કારણોસર એમના બિલો પાસ થાય નહિ અને પેમેન્ટ ન આવે. વળી ઉઘરાણીવાળાની લાઇનો લાગે. આવા સંજોગોમાં સગાંસંબંધીઓ પણ છેટા થઈ ગયા.

જેના લીધે એ હરિભક્ત અંદરથી ભાંગી પડ્યા અને આત્મહત્યાના વિચાર આવવા લાગ્યા.

આવા દિવસોમાં તેઓ ગુરુવર્ય પ.પૂ. બાપજીને મળ્યા.

ગુરુવર્ય પ.પૂ. બાપજી તેઓની આવી દુઃખદ પરિસ્થિતિ જોઈ તેઓની સાથે એકાંતમાં અડધો-પોણો કલાક બેઠા. તેઓને ખૂબ સમજાવ્યા, બળ આપ્યું.

એ હરિભક્ત વતી મહારાજને ખૂબ પ્રાર્થના કરી, કગર્યા. મહારાજ ભેગા ભળ્યા ને એમની પર કૃપા શરૂ થઈ. પરિણામે એ હરિભક્તનાં દુઃખ દૂર થયાં.

આજે એ હરિભક્ત વહેવારે ખૂબ સુખી છે.

આમ, ગુરુવર્ય પ.પૂ. બાપજીની અતિ દયાળુતાએ અનેકના દુ:ખો ટાળ્યાં છે.