“સંતો, ગઈ કાલે પૂનમમાં સૌરાષ્ટ્રના હરિભક્તો ઠાકોરજી માટે ને સંતો માટે કેરી લાવ્યા હતા, તે કેરી અહીંયાં છે ?”

  “હા બાપજી, કેરીની પેટીઓ અહીંયાં જ છે.”

  “બાપજી, આપને જમાડવી છે ?”

  “બાપજી, અમો ફટાફટ કેરી સમારીને આપના માટે લઈ આવીએ... બાપજી 5 મિનિટમાં આવી ગયા...”

  “સંતો, ઊભા રહો... અમારે કેરી નથી જમાડવી પરંતુ આજે અહીંયાં ઘનશ્યામ મહારાજને બપોરે રાજભોગમાં કેરીનો રસ ધરાવ્યો હતો ને ?”

  “હા બાપજી...”

  “સંતો, આજે અમે સ્વામિનારાયણ ધામ પર STK (સમર્પિત તાલીમ કેન્દ્ર)ના મુક્તોને વચનામૃત શીખવવા જવાના છીએ તો તે મુક્તો માટે કેરીની પેટીઓ ગાડીમાં ભરી દેજો. તે મુક્તોને અમારા હસ્તે કેરીની પ્રસાદી આપવી છે.”

  “બાપજી, અર્પણભાઈ પાસે કેરીની પેટીઓ ભરાવી દઈએ છીએ.”

  બપોરે 2:30 વાગ્યે ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે પધારવા ગાડીમાં બિરાજ્યા...

  “અર્પણ, ગાડીમાં કેરીની પેટીઓ લીધી ?”

  “હા બાપજી...”

  વાહ... ગુરુવર્ય પ.પૂ. બાપજી એટલે માતૃવાત્સલ્યતાનું સ્વરૂપ. જેમ ‘મા’ પોતાના દીકરાને મૂકીને મોંમાં કોળિયો મૂકે નહિ તેમ ગુરુવર્ય પ.પૂ. બાપજી પોતાના વ્હાલા દીકરા સંતો અને સાધકમુક્તોને જમાડ્યા વગર તેઓ પ્રસાદ   ગ્રહણ કરે નહીં.