તા.૧૬-૧૧-૨૦૧૭ના રોજ ઘનશ્યામનગર ખાતે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી પ્રાતઃસભામાં લાભ આપવા પધાર્યા હતા.

પ્રાતઃસભા પૂર્ણ થતાં પ.પૂ.સ્વામીશ્રીએ ગુરુમહિમા જણાવતાં કહ્યું કે,“મુક્તો, આ ઘનશ્યામનગર મંદિરમાં પ.પૂ.બાપજી વર્ષો સુધી દર્શન-સેવા-સમાગમનો લાભ આપવા પધારતા.

પરંતુ,હવે પ.પૂ.બાપજીને અવરભાવમાં તબિયત નાદુરસ્ત રહે છે તેથી લાભ આપવા આવી શકતા નથી.પરંતુ, હવે આપણે ભૂખ અને ગરજ સાથે પ.પૂ.બાપજીનો લાભ લેવા માટે વાસણા જવું જોઈએ. આપણને  ગુરુ પ્રત્યેની અસ્મિતા,મહિમા વિશેષ હોવો જોઈએ.”

આમ,પ.પૂ.સ્વામીશ્રીએ સૌને ગુરુવર્ય પ.પૂ.બાપજીના અવરભાવની ચિંતા કરીને તેમનું જતન કર્યું.