સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે એક વાર ગુરુવર્ય પ.પૂ.બાપજી સંત આશ્રમના કોઠારમાં પધાર્યા. ત્યાં કોથળા પર બેસી ઘઉં સાફ કરવા મંડ્યા.

સાધકમુક્તોને ઘઉં સાફ કરવાનો સમય થતા તે કોઠારમાં આવ્યા. ત્યાં ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં ઘઉં સાફ કરતા દર્શન થયાં.

“બાપજી, આપે ઘઉં સાફ કરવાની સેવા ન કરાય... રહેવા દો અમે સાધકો સેવા કરીએ છીએ.”

“મુક્તો, આજે તમને ઘઉં સાફ કરતા શિખવાડું.”

વાહ !! ગુરુજી વાહ !!!

મૂર્તિસુખના દાતા... આ દિવ્યપુરુષને મૂર્તિ આપવામાં સાહજિકતા અને ઘઉં સાફ કરવાની પણ સાહજિકતા !!