“મૂર્તિમાં રાખવાનું બિરુદ, શ્રીજીનું ખાસ જણાય...”

એ ન્યાયે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને અંતરે રાત્રિ-દિન એક જ આગ્રહ ને એક જ આલોચ રહેતો હોય છે કે, ‘કેમ કરીને સર્વે સંતો-હરિભક્તોને મૂર્તિસુખના ભોક્તા કરવા.’ આ આગ્રહને કારણે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ક્યારેય પણ દેહની પરવા કરતા નથી.

જ્યારે જ્યારે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી મૂર્તિના સુખની, પરભાવની વાતો કરે ત્યારે અતિશે આનંદમાં આવી જાય ને સાથે ગુરુદેવ પ.પૂ. બાપજી બિરાજતા હોય તો તરત જ ગુરુદેવ પ.પૂ. બાપજીએ હસ્તનો લટકો ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સામે રાખીને કાયમ સર્વે સમાજને કહ્યું કે,

“આ સ્વામી (ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી) તો અનંતને અનાદિમુક્તની સ્થિતિ કરાવવા માટે આવ્યા છે. જેને જેને મૂર્તિનું સુખ જોઈતું હશે તેને આ સ્વામી જોડે આવવું જ પડશે અને સ્વામીને રાજી કરવા જ પડશે.”

આહાહા...!! કેવી એ દિવ્યપુરુષની જુગલ જોડી..!