ગુરુદેવ પ.પૂ.બાપજી

  • પ્રાગટ્ય: સંવત ૧૯૮૯, ફાગણ વદ એકમ
  • પ્રાગટ્ય સ્થળ: ગામ - વાસણ, તાલુકો-વિરમગામ, જિલ્લો - અમદાવાદ
  • પ્રાગટ્યના આશીર્વાદ: શ્રીજીસંકલ્પમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીના દિવ્ય આશીર્વાદથી જ તેઓનું પ્રાગટ્ય થયું છે.
  • પૂર્વાશ્રમનું નામ: દેવુભાઈ
  • માતાનું નામ: ધોળીબા
  • પિતાનું નામ: જેઠાભાઈ
  • ભાઈનું નામ: રતિભાઈ
  • ગુરુનું નામ: જ્ઞાનગુરુ - અ.મુ. સદ્. શ્રી કેશવપ્રિયદાસજી સ્વામી (સદ્. મુનિસ્વામી)
  • સંત દીક્ષા: સંવત ૨૦૧૨, અષાઢ વદ એકાદશી, સન ૧૯૫૬, ૩ ઑગસ્ટના રોજ તેઓને સંત દીક્ષા આપવામાં આવી હતી.
  • પ્રસિદ્ધિ: વચનામૃતના આચાર્ય, બાપજી, સિદ્ધાંતવાદી પુરુષ, ક્રાંતિકારી સત્પુરુષ
  • સંસ્થાપક: તેઓએ ‘સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા’ (SMVS)ની સ્થાપના ઈ.સ. ૧૯૮૭માં કરી. સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિના પ્રવર્તનની નૂતન કેડી કંડારી.
  • શિષ્યગણ: ૨૦૦ કરતાં પણ વધુ ત્યાગી સંતો તથા ત્યાગી મહિલામુક્તો અને લાખો હરિભક્તોનો સમાજ
  • કરેલાં મહત્ત્વનાં કાર્યો:
    1. ૧. તેઓએ શુદ્ધ સર્વોપરી ઉપાસનાયુક્ત મંદિરોની રચના કરી તેમાં એકમાત્ર ભગવાન સ્વામિનારાયણ અને તેમના મુક્તો પધરાવ્યા છે
    2. ૨. તેઓએ સંપ્રદાયની પ્રથાનાં બંધનોમાંથી નિર્બંધ બની ભગવાન સ્વામિનારાયણે પ્રબોધેલા અને બાપાશ્રીએ સમજાવેલા કારણ સત્સંગના સનાતન સિદ્ધાંતોને છડેચોક પ્રવર્તાવ્યા
    3. ૩. તેઓએ વિશાળ વર્તનશીલ સંતસમુદાય અને હરિભક્ત સમુદાયની રચના કરી છે
    4. ૪. તેઓએ વચનામૃતમાં તથા ‘રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા’માં ગૂંથાયેલાં ગૂઢાર્થ તથા રહસ્યોને જેમ છે તેમ યથાર્થ સમજાવ્યા
    5. ૫. તેઓએ માત્ર ૩૦ વર્ષના ટૂંકાગાળામાં ૫૦ કરતાં પણ વધુ મંદિરોની રચના તથા ૧૨૫ કરતાં પણ વધુ નૂતન મંદિરોના સેવાકાર્ય માટેનાં સ્થાનોનું નિર્માણ કર્યું છે
    6. ૬. તેઓએ ૩૨ કરતાં પણ વધુ નાની-મોટી સમાજસેવાઓ તથા આ સેવા માટે ૫,૦૦૦ કરતાં પણ વધુ હરિભક્તોનાં સ્વયંસેવકદળની રચના કરી છે
    7. ૭. તેઓએ ભારત, અમેરિકા, કૅનેડા, ઇંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કુવૈત, દુબઈ, કેન્યા, યુગાન્ડા આદિ ૧૦ કરતાં પણ વધુ દેશોમાં સત્સંગ પ્રવૃત્તિનો વ્યાપ વધાર્યો છે
    8. ૮. તેઓએ પોતાની હયાતીમાં જ પોતાના અનુગામી સત્પુરુષ તરીકે ‘વ્હાલા ગુરુવર્ય પ.પૂ . સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રી’ની નિમણૂક કરી તેઓનો મહિમા સમજાવ્યો.
    9. ૯. અનંત વર્ષો સુધી પોતે સ્થાપેલ SMVS સંસ્થાના સિદ્ધાંતો અને ધારા-ધોરણો કોઈ બદલી ન શકે તે માટે સંસ્થા બંધારણની રચના કરી તથા સંતોમાં પણ પોતે જે સાધુતા દૃઢ કરાવી છે તથા રીતિ-નીતિ આપી છે. તેમાં ફેરફાર ન થાય તે માટે સંત બંધારણની રચના કરી અને તેનો અમલ કરાવ્યો.
  • સંપ્રદાયમાં પ્રભાવ:
    1. ૧. તેઓની શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસના પ્રવર્તનના આગ્રહ અંગે સમગ્ર સંપ્રદાયમાં એવી પ્રસિદ્ધિ વ્યાપક બની છે કે, “શ્રીજીમહારાજને જેમ છે તેમ યથાર્થ સર્વોપરી ઓળખવા હોય તો જાવ વાસણા ગુરુવર્ય પ.પૂ. બાપજી પાસે.”
    2. ૨. તેઓની નિર્દંભ અને નંદસંતોની જેવી પરંપરાગત સાધુતાનાં દર્શન કરી સંપ્રદાયના અન્ય સંસ્થાના ગુરુ તથા સંતો-ભક્તો પણ એવું કહેતા હોય છે કે, “વર્તમાનકાળે શ્રીજીસમકાલીન નંદસંતોનાં દર્શન ગુરુવર્ય પ.પૂ. બાપજીમાં થાય છે. નંદસંતોના જેવી સાધુતા તથા વર્તનનાં દર્શન તેઓનાં જીવનમાં સાદૃશ્ય થાય છે.”
    3. ૩. તેઓ સમગ્ર સંપ્રદાયમાં ‘વચનામૃતના આચાર્ય’ તરીકે વિખ્યાતિ પામ્યા છે. સંપ્રદાયમાં આ વાસ્તવિકતાને સ્વીકારતાં એમ ઉચ્ચારાય છે કે, “વચનામૃતનું જ્ઞાન જેમ છે તેમ યથાર્થ સમજી શ્રીજીમહારાજના અભિપ્રાયોને જાણવા હોય તો જાવ પ.પૂ. બાપજી પાસે.” મુમુક્ષુઓને વચનામૃતનાં ગૂઢ અને રહસ્યમય ગૂઢાર્થો તેઓના સમાગમથી સહજમાં સરળ રીતે સમજાઈ જાય છે અને શ્રીજીમહારાજના સ્વરૂપની સર્વોપરી નિષ્ઠા દૃઢ થઈ જાય છે તેવી તેઓની સર્વોપરી ઉપાસના પ્રવર્તનની પ્રચંડ પ્રતિભા છે.
    4. ૪. તેઓ મંદિરોમાં એકમાત્ર ભગવાન સ્વામિનારાયણ અને તેમના મુક્તોનાં જ સ્વરૂપો પધરાવી અજોડ અને શુદ્ધ ઉપાસનાનું પ્રવર્તન કરનાર એકમાત્ર અજોડ ક્રાંતિકારી સત્પુરુષ તરીકે ઓળખાય છે. તેઓની ઉપાસના શુદ્ધિની આવી ભવ્ય ક્રાંતિને લીધે સંપ્રદાયમાં શ્રીજીમહારાજના સર્વોપરીપણાનું યથાર્થ પ્રવર્તન શક્ય બન્યું છે.
    5. ૫. તેઓના સિદ્ધાંતવાદી જીવનનો પ્રકાશ સમગ્ર સંપ્રદાયમાં દશે દિશામાં પથરાયો છે. સૌ કોઈ તેઓની સિદ્ધાંતવાદિતાને વંદે છે અને તેથી જ તેઓ “સિદ્ધાંતમાં સમાધાન નહિ ને નિયમ-ધર્મમાં છૂટછાટ નહીં.” તેઓએ જીવનસૂત્રધારી “સિદ્ધાંતવાદી સત્પુરુષ” તરીકે સુપ્રસિદ્ધિ પામ્યા છે.
    6. ૬. તેઓની સબીજ તથા અનુભવાત્મક કથાવાર્તામાં એવું બળ છે કે જેનું શ્રવણ કરતા અલ્પ સમયમાં જ મુમુક્ષુને ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ જેમ છે તેમ યથાર્થ ઓળખાઈ જાય છે અને સ્વામિનારાયણ ભગવાનને વિષે સ્વરૂપનિષ્ઠા અને પતિવ્રતાની ભક્તિ દૃઢ થઈ જાય છે.
    7. ૭. તેઓની અબજીબાપાશ્રી પ્રત્યેની અસ્મિતા અને મહિમાની પરાકાષ્ઠાથી ભાવિકો તથા વિરોધી પણ અત્યંત પ્રભાવિત થઈ જાય છે. વિરોધીઓ પણ તેઓના બાપાશ્રી પ્રત્યેની અસ્મિતાને વખાણતાં કહેતા હોય છે કે, “કોઈ પાંચ ટકા બાપાવાળા હશે, કોઈ દસ ટકા બાપાવાળા હશે, કોઈ સો ટકા બાપાવાળા હશે પણ બાપજી તો ૧૧૦% બાપાવાળા છે.”
    8. ૮. તેઓએ શ્રીજીમહારાજની શુદ્ધ ઉપાસનાયુક્ત અને નિયમ-ધર્મમાં અડગ એવા વર્તનશીલ દિવ્ય સમાજની રચના કરી છે કે જેને દેખીને સંપ્રદાયના સંતો-હરિભક્તો મંત્રમુગ્ધ બની જાય છે અને એવા દિવ્ય સમાજને રચનાર ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દિવ્ય ચરણોમાં તેમનું મસ્તક ધન્યતાનો અનુભવ કરતાં ઢળી પડે છે.
  • ગ્રંથ રચના: કારણ સત્સંગના સિદ્ધાંતોને સ્પષ્ટપણે સમજાવતો ‘સ્વરૂપનિષ્ઠા’ ગ્રંથ તેઓની પ્રેરણા અને માર્ગદર્શનથી રચાયો.
  • અનુગામી: પ. પૂ. અ.મુ. સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રી (વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી)