વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી વિદેશ વિચરણમાં વર્ષ ૨૦૧૪માં પધાર્યા હતા. દર મહિને વાસણા ખાતે પૂનમનો સમૈયો આવે. તેમાં દર વખતે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી લાભ આપવા પધારતા હોય છે.

      પરંતુ, આ વખતે પ.પૂ.સ્વામીશ્રી વિદેશ વિચરણમાં હોવાથી પૂનમના સમૈયામાં લાભ આપવા પધારવાના ન હતા.

      છતાંય વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ પોતાના વ્હાલસોયા પૂનમિયા હરિભક્તોને પત્ર લખ્યો. તેમાં પણ જણાવ્યું કે, “સૌ સંતો-હરિભક્તો રાજી રહેજો... અમે ૧૬-૮-૨૦૧૪ના રોજ આવવાને બદલે ૧૮-૮-૨૦૧૪ના રોજ પરત પધારશું. માટે સૌ રાજી રહેજો... સેવકને તમારા સૌનાં દર્શનની ખૂબ આતુરતા છે. ક્યારે હરિભક્ત સમાજનાં દર્શન કરું !”

     આમ, વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી સ્વયં પોતે સંતો-હરિભક્તોનાં દર્શન માટે આતુર હોય તે જણાવે છે કે ‘મહિમાની મૂર્તિ એટલે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી.’