ગુરુવર્ય પ.પૂ.બાપજી સંસ્થાના મુખ્ય સ્થાન વાસણા-અમદાવાદ ખાતે તા.૧૯/૭/૧૮ ને ગુરુવારના રોજ સાંજના સમયે આસને બિરાજ્યા હતા.

     તે સમયે ગુરુવર્ય પ.પૂ.બાપજી SMVS સંસ્થાનના મેગેઝિન‘ઘનશ્યામ’અંકનું વાંચન કરી રહ્યા હતા.અને સાથે સેવક સંતને સમજાવી રહ્યા હતા.તે સમયે સેવક સંત ગુરુવર્ય પ.પૂ.બાપજીના ચરણમાં તળિયા પર મલમ લગાવી રહ્યા હતા.

     ગુરુવર્ય પ.પૂ.બાપજી ઘનશ્યામ અંક વાંચીને સેવક સંતને સમજાવવામાં એટલા મશગૂલ થઈ ગયેલા કે ગુરુવર્ય પ.પૂ.બાપજીના ચરણમાં મલમ લગાવવા છતાંય કશું જ ન થયું કે ના બોલ્યા.

     વાંચન પૂર્ણ થયા બાદ ગુરુવર્ય પ.પૂ.બાપજીએ સેવક સંતને પૂછ્યું કે, “સ્વામી, આજે મલમ ન લગાવ્યો ?”

     સેવક સંતે સહજતાથી જવાબ આપ્યો કે,

     “બાપજી ! આપ જ્યારે ઘનશ્યામ અંક વાંચી રહ્યા હતા ત્યારે જ લગાવી દીધો.”

     આમ,ગુરુવર્ય પ.પૂ.બાપજીના જીવનમાં સત્સંગ વાંચન વખતેની એકાગ્રતાનાં દિવ્ય દર્શન થાય.