‘બાર પૂનમમાં અગિયાર પૂનમ શિષ્યની અને એક પૂનમ ગુરુની’ એવું જનસમાજ કહેતો હોય છે.

     આ એક પૂનમ ગુરુની એટલે જ ગુરુપૂર્ણિમા

     ગુરુપૂર્ણિમા નિમિત્તે વાસણા-અમદાવાદ ખાતે તા. ૨૨-૭-૨૦૧૮ ને રવિવારના રોજ બાળકોનો પ્રોગ્રામ રાખેલો હતો. જેમાં સ્વામિનારાયણ ધામ ગુરુકુલના વિદ્યાર્થીઓ તથા અમદાવાદ સિટીના વાસણા, સેટેલાઇટ, ગોતા, ઘાટલોડિયા સેન્ટરનાં બાળકો ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદનો લાભ લેવા માટે આવ્યા હતા. એ જ દિવસે સવારે રાજકોટ ખાતે ગુરુપૂર્ણિમાનો પ્રોગ્રામ પણ રાખેલો હતો.

      પરંતુ નેટવર્ક તકલીફના કારણે રાજકોટ ખાતે હરિભક્તોને ઓનલાઇન દર્શન આપવામાં થોડું મોડું થઈ ગયું હતું. તે સમયે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સેવક સંતને કહ્યું,

      “ગુરુકુલના બાળકોને જમાડીને જવાનું છે કે શું ?”

      “ના બાપજી ! અહીં જમવાનું નથી, સ્વામિનારાયણ ધામ પર જઈને જમવાનું છે.”

      “બાળકો બપોરના એક વાગ્યા સુધી ભૂખ્યા રહી ન શકે, માટે રસોડામાં કહી, દો કે ગુરુકુલના મુક્તો માટે શીરો બનાવી દો અને મુક્તોને શીરો ખૂબ પીરસજો.”

      આમ, ગુરુવર્ય પ.પૂ. બાપજી ગુરુકુલના બાળકોની સાચી જનેતા બની રહ્યા. સૌ માટે શીરો બનાવ્યો અને સૌને ખૂબ આપ્યો.