ગુરુવર્ય પ.પૂ.બાપજીનો સંકલ્પ છે કે, ‘કારણ સત્સંગ વિશ્વવ્યાપી થશે, થશે ને થશે જ.’ એ ન્યાયે આ સંકલ્પને સાકાર કરવા માટે પૂ.સંતો ગત વર્ષે વિદેશ વિચરણ માટે લંડન પધારેલા.

     લંડનના પ્રેમી ભક્તોએ પૂ.સંતો જ્યારે ભારત પરત પધારતા હતા ત્યારે પૂ.સંતોને ત્યાંની પ્રખ્યાત Brazil Nuts (ખજૂર) સાથે આપી હતી.

     પૂ.સંતો લંડનથી સ્વામિનારાયણ ધામ ગાંધીનગર આવ્યા.અને પૂ.સંતોએ આ Brazil Nuts (ખજૂર) ઠાકોરજીને ધરાવ્યા બાદ પ.પૂ.સ્વામીશ્રીને આપી.

     પ.પૂ.સ્વામીશ્રીએ ખજૂરને જોઈને તરત જ કહ્યું, “પ.પૂ.બાપજીને મોકલાવી ?”

    “દયાળુ, પ.પૂ.બાપજીને નહિ ફાવે.” પૂ.સંતોએ કહ્યું.

     પ.પૂ.સ્વામીશ્રીએ એક ખજૂર લીધી પછી તરત જ કહ્યું કે, “સંતો, પ.પૂ. બાપજી માટે મોકલો.પ.પૂ.બાપજીને આ ફાવશે.” ત્યારે પૂ.સંતોએ હા પાડી અને સાથે પ.પૂ. સ્વામીશ્રીને પણ પ્રાર્થના કરી કે, “મહારાજ ! આપ તો બે નંગ ખજૂર લો.”

      પ.પૂ.સ્વામીશ્રીએ પૂ. સંતોને કહ્યું કે, “પહેલાં પ.પૂ.બાપજી જમાડે, વધે તો પૂ.સંતોને આપવાની પછી જ સેવક લેશે.જીવનમાં હંમેશાં ઠાકોરજી અને પ.પૂ.બાપજી પહેલા રહેવા જોઈએ આ ક્યારેય ન ભૂલવું.”