આશરે ૪૦ વર્ષ પહેલાંની વાત છે.

ગુરુવર્ય પ.પૂ. બાપજી સોરઠની પંચતીર્થી કરવા ગયા હતા.

પંચતીર્થી દરમ્યાન ધોરાજી પધાર્યા.

ગામના હરિમંદિરમાં રાત્રિ નિવાસ હતો.શિયાળાની કડકડતી ઠંડી હતી, હરિભક્તોમાં સાગરદાનભાઈ સાથે હતા.

ઠંડી એટલી બધી કે સાગરદાનભાઈને ગરમ કોટ પર ધાબળો ઓઢવો પડે.

પ્રાતઃ કાળે ગુરુવર્ય પ.પૂ.બાપજી મંદિરના ખુલ્લા ચોકમાં એક નળ હતો ત્યાં સ્નાન કરવા પધાર્યા.

મંદિરનાં પૂજારીએ કહ્યું, “સ્વામી, સ્વામી... ગરમ પાણી કરી દઉં, પછી ન્હાવા જાવ, ટાઢા પાણીએ ન્હાશો નહિ, ઠરી જવાશે, ટાઢ બહુ છે.”

ગુરુવર્ય પ.પૂ.બાપજીએ કહ્યું કે, “ગરમ પાણીની જરૂર નથી. નળ નીચે બેસી સ્નાન કરી લઈશું.”

અને... શિયાળાની એ કડકડતી કાતિલ ઠંડીમાં,ખુલ્લા ચોકમાં નળના પાણીથી ગુરુવર્ય પ.પૂ.બાપજીએ સ્નાન કર્યું.

ત્યારે શરીરે લોહીના ટશિયા ફૂટી ગયા. લોહી થીજી ગયું.

દેહાતીત એવા દિવ્યપુરુષ ગુરુવર્ય પ.પૂ.બાપજીના જીવનમાં દેહનો કેટલો અનાદર !