એક સમયને વિષે શ્રીહરિ લક્ષ્મીવાડીએ જતા એક બાળકને સોટી અડી ગઈ.

     મહારાજ થોડા દિલગીર થયા અને ઊભા રહી ગયા. જોડેના હરિભક્તોએ પૂછ્યું,

     “મહારાજ અહીં કેમ ઊભા રહી ગયા ?”

     “પહેલાં મારું એક કાર્ય કરો પછી બધી વાત.”

     “બોલો મહારાજ, શું આજ્ઞા છે ?”

     “તમે દરબારગઢમાંથી બશેર પેંડા લાવી આપો.”

     એ પેંડા લઈ મહારાજે એ બાળકને આપ્યા ને કહ્યું જે, “બેટા, તને સોટી વાગી ?”

     “ના મહારાજ, મને કાંઈ વાગ્યું નથી અને મારા પર આપની અનહદ કૃપા કે તમારી સોટી મને સ્પર્શી.” બાળકે અહોભાવ સાથે કહ્યું.

     “બેટા, તું રાજી છે ને ?”

     “હા મહારાજ, હું બહુ જ રાજી છઉં.”

     આવી રીતે બાળકને રાજી કરી મહારાજ લક્ષ્મીવાડીએ પધાર્યા.