વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી અવારનવાર સ્વામિનારાયણ ધામ ખાતે પોતાના વ્હાલા દીકરા સમાન સૌ STKના મુક્તો તેમજ સંતોને દર્શન-આશીર્વાદનું સુખ આપવા તેમજ જ્ઞાનમાર્ગમાં પાકા કરવા પધારતા હોય છે.

એ પ્રમાણે, તા. 15/3/2017 ને બુધવારના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે પધારવાના હતા. સૌ STKના મુક્તો તેમજ સંતો સૌને હૈયે હરખ ઊભરાતો હતો; સૌ તેઓની રાહ જોતા હતા.

વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી પધાર્યા, પોતાના આસને બિરાજ્યા. વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ આવતાંની સાથે સૌ મુક્તો પર પોતાની અમીદૃષ્ટિ રેલાવી અને મંદહાસ્ય રેલાવતાં રેલાવતાં સંતો તરફ દૃષ્ટિ કરી દિવ્ય રમૂજ કરતા બોલ્યા,

“ઓ...હો...હો... બધા ખાં એ ખાં છે, સર્વો...પરી સ્વામી. સર્વના ઉપરી...,તેજો...મય ઓહો...હો... તેજો...મય સ્વામી...તેજ...તેજ...”

ત્યારે એક સંત હરખાતાં હરખાતાં બીજા સંત સામે બાપાની દૃષ્ટિ દોરીને બોલ્યા,

“બાપા, આ તો...સનાતન છે સના...તન.”

ત્યારે ગુરુવર્ય પ.પૂ.બાપજી હાસ્ય રેલાવતાં બોલ્યા,

“સનાતન, તો એક... જ છે. આ તો સનાતન ભગવાનના દાસ છે દાસ..., સર્વોપરી તો એક... જ છે આપણે તો એમના દાસ છીએ દાસ... હોં.”

કેટલી બધી સૂક્ષ્મ બાબત છે... પરંતુ સ્વામી-સેવકપણું જેઓના રોમ રોમમાં પ્રવર્તેલું છે... એ પુરુષ કેવી અલ્પ બાબતમાંથી પણ દાસત્વભક્તિના ઉચ્ચતમ પાઠ શીખવે છે... કારણ કે, એ જ સ્વયં દાસત્વનું સાક્ષાત્ સ્વરૂપ છે કે જેઓએ પળ વાર પણ પ્રભુનું પ્રધાનપણું ગૌણ કર્યું જ નથી.