યુવાનો માટે એ હરતી- ફરતી શાળા જ હતી.

     યુવકોનું ઘડતર તેઓ પોતાની દેખરેખ નીચે જ કરતા.

     એક વખત મોટા મંદિરે કોઈ યુવકને એક સંતે ઊભો રાખ્યો ને પૂછ્યું :

     “આ દેવસ્વામી એવી તે કઈ પ્રેરણા તમને આપે છે કે તમે રોજ એમનાં દર્શન ને કથાનો લાભ લેવા આવો છો ?”

     યુવક સ્મિત કરતાં બોલ્યો, “દેવસ્વામીના નિર્મળ, નિર્ભેળ સ્નેહે મને બદલી નાખ્યો છે. માટે રોજ હું દેવસ્વામી પાસે આવું છું.”