૬ એપ્રિલ, ૨૦૧૭ ગુરુવારનાં રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીની સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાતઃસભા હતી. તે માટે સભામાં જતા પહેલા નિત્યક્રમ મુજબ સવારે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીની શારીરિક તપાસ માટે ડોક્ટર આવ્યા હતા.

     શારીરિક તપાસ કરતા માલુમ પડ્યું  કે, વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં હૃદયના ધબકારા માત્ર ૩૫થી ૩૮ જ હતા. આવી પરિસ્થિતિમાં કોઈ દેહધારી વ્યક્તિ હોય તો જીવી જ ન શકે. તેને તુરંત જ હોસ્પિટલમાં દાખલ કરવા પડે. પરંતુ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીને તો જાણે કશું જ તકલીફ ન હોય એમ સ્વસ્થ રીતે વાતો કરતા હતા. તેથી સંતોએ ગાંધીનગર પ્રાતઃસભા કરવા ન જવાની પ્રાર્થના કરી.

     વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “હૃદયના ધબકારા ૩૫ હોય એમાં આપણે શું ? એ એનું કામ કરે, આપણે આપનું કામ કરવાનું. એને લીધે વિચરણ ઓછું બંધ રખાય ?”

     આ દિવ્યપૂરૂષનો અવિરત વિચરણનો આગ્રહ.